Gujarat

Gandhinagar

CC/21/208

MULABHAI DAHYABHAI PARMAR - Complainant(s)

Versus

1)VIDHYUTNAGAR TOWNSHIP(2)KESHRISINH SHIVSINH CHAUHAN(3)KULDIPSINH KESHRISINH CHAUHAN(4)SWARUPBA KES - Opp.Party(s)

V M PANCHOLI

05 Jan 2023

ORDER

DIDTRICT CONSUMER DISPUTES REDRESSAL COMMISSION
GANDHINAGAR
CASE CLOSED
 
Complaint Case No. CC/21/208
( Date of Filing : 30 Nov 2021 )
 
1. MULABHAI DAHYABHAI PARMAR
47,KANTAM GREENS,ARSODIA,KALOL,GANDHINAGAR
...........Complainant(s)
Versus
1. 1)VIDHYUTNAGAR TOWNSHIP(2)KESHRISINH SHIVSINH CHAUHAN(3)KULDIPSINH KESHRISINH CHAUHAN(4)SWARUPBA KESHRISINH CHAUHAN(5)ASHOKBHAI BHAVANBHAI PATEL(6)KEYUR ASHOKBHAI PATEL(7)PRAVINBHAIBHAVANBHAIPANSURIYA
1)220,SWAGAT RAIN FOREST-2,NR.DHOLESHWAR BUS STAND,KOBA ROAD,KUDASAN,GANDHINAGAR (2-3-4)96,URJANAGARTOWNSHIP PART-2,B/h.PRATIK MALL,KUDASAN,GANDHINAGAR (5-6)403,SECTOR-8,GANDHINAGAR(7)20,PANCHAMRUT VASTUVILLA SOCIETY,B/h.MURLIDHAR PARTY PLOT,Nr. CIMS HOSPITAL,SOLA,AHMEDABAD
............Opp.Party(s)
 
BEFORE: 
 HON'BLE MR. D.T.SONI PRESIDENT
  MR. JIGAR P. JOSHI MEMBER
 
PRESENT:
 
Dated : 05 Jan 2023
Final Order / Judgement

જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન , ગાંધીનગર

ફરિયાદ નંબર   :    ૨૦૮/૨૦૨૧

 

                                             ફરિયાદ દાખલ તા: 30/૧૧/૨૦૨૧

                                             ફરિયાદ ફેસલ તા: ૦૫/૦૧/૨૦૨૩

 

ફરિયાદી:  મુળાભાઈ ડાહ્યાભાઈ પરમાર

47, કાંતમ ગ્રીન્સ, આરસોડીયા,કલોલ,ગાંધીનગર.

                

                                         વિ.

 

સામાવાળા: (૧) શ્રી કેશરીસિંહ શિવસિંહ ચૌહાણ

                 પ્લોટ નં: ૯૬, ઊર્જાનગર ટાઉનશીપ વિભાગ-૨,

                 પ્રતિક મોલની પાછળ, કુડાસણ,

                 ગાંધીનગર

             (૨) શ્રી કુલદીપસિંહ કેશરીસિંહ ચૌહાણ

                 પ્લોટ નં: ૯૬, ઊર્જાનગર ટાઉનશીપ વિભાગ-૨,

                 પ્રતિક મોલની પાછળ, કુડાસણ,

                 ગાંધીનગર

             

                (૩) શ્રીમતી સ્વરૂપબા કેશરીસિંહ ચૌહાણ

                 પ્લોટ નં: ૯૬, ઊર્જાનગર ટાઉનશીપ વિભાગ-૨,

                 પ્રતિક મોલની પાછળ, કુડાસણ,

                 ગાંધીનગર

             (૪) શ્રી અશોકભાઈ ભવાનભાઈ પટેલ

                  પ્લોટ નં: ૪૦૩, સેક્ટર-૮, ગાંધીનગર

             (૫) શ્રી કેયુર અશોકભાઈ પટેલ

                  પ્લોટ નં: ૪૦૩, સેક્ટર-૮, ગાંધીનગર

     (૬) શ્રી પ્રવિણભાઈ ભિખાભાઈ પાનસુરીયા (કમિશનના                       તા:૦૮/૦૭/૨૦૨૧ ના હુકમથી ડિલીટ કરેલ છે.)        

 

                વકીલ ફરિયાદી તરફે :  વિ.વ.શ્રી વિ.એમ.પંચોલી.

                વકીલ સામાવાળા નં.- ૧,૨,૩ તરફે : વિ.વ.શ્રી એસ.કે.પંડ્યા.                          

                વકીલ સામાવાળા નં.- ૪,૫ તરફે : વિ.વ.શ્રી એસ.જે.ઠાકર.

 

               

                        કોરમ :  પ્રમુખશ્રી, ડી.ટી.સોની.

                         સભ્યશ્રી, જે.પી.જોષી.

 

        

          

 

ઠરાવ

શ્રી જીગર પી. જોષી. (સભ્યશ્રી દ્વારા)

 

       ૧. પ્રસ્તુત કામે ફરિયાદીએ ગ્રાહક સુરક્ષા અધિનિયમ, ૨૦૧૯ ની કલમ-૩૫ હેઠળ સામાવાળા પાસે તેમણે બુક કરાવેલ પ્લોટની રકમ રૂ.9,41,૦૦૦/- (અંકે રૂપિયા નવ લાખ એકતાલીસ હજાર પૂરા) ખર્ચ તથા વ્યાજ સહિત રકમ વસુલ લેવા પ્રસ્તુત ફરિયાદ કરે છે.

       ૨. પ્રસ્તુત કામે ફરિયાદીએ સામાવાળા નં. ૧ કે જેમણે પુંદ્રાસણ ગામની સીમમાં માર્ચ-૨૦૧૧ માં વિદ્યુતનગર ટાઉનશીપ બનાવવા માટેનું પેમ્ફલેટ છપાવેલ અને પેમ્ફલેટમાં ૧૪૦ અને ૨૦૦ વારના એન.એ. , એન.ઓ.સી. અને ટાઈટલ ક્લીયર પ્લોટ આપવાનો વિશ્વાસ આપેલ – પેમ્ફલેટ વાંચ્યા બાદ ફરિયાદીએ સામાવાળા નં. ૧ નો સંપર્ક કરેલ અને પ્લોટ બુક કરાવેલ. સામાવાળા નં. ૧ એ એન.એ., એન.ઓ.સી. ટાઈટલ ક્લીયર કરી આપી પ્લોટની સાથે મંદિર, શાળા, ૨૪×૭ સિક્યુરીટી સર્વિસ, લેન્ડસ્કેપ ગાર્ડન, સિનિયર સિટીઝન એરીયા, ચિલ્ડ્રન પાર્ક, જીમ્નેશિયમ, હોસ્પિટલ, સ્પોર્ટ્સની સવલતો, જોગિંગ ટ્રેક, સ્વીમીંગ પૂલ તેમજ વધારામાં ટાઉનશીપના ફરતે કમ્પાઉન્ડ વોલ, રોડ, અંડરગ્રાઉન્ડ લાઈટ, સ્ટ્રીટલાઈટસ્ટ્રીટલાઈટ, કોમનપ્લોટ, પાણીની સુવિધા, બોર-ઓવરહેડ ટાંકી વિગેરેની સવલતોનો પણ કિંમતમાં સમાવેશ થઈ ગયેલ છે તેમ જણાવેલ. ફરિયાદીના જણાવ્યા અનુસાર સામાવાળાએ સદરહુ પ્રોજેક્ટ પાંચ વર્ષમાં પૂર્ણ કરી પ્લોટનો કબજો આપવાની ખાત્રી આપેલ જેથી ફરિયાદીએ ૨૦૦ વારનો પ્લોટ ખરીદવાનું નક્કી કરેલ અને તા:02/12/2011 ના રોજ ADC બેંક નો ચેક નં. 49431 થી રૂ.51,૦૦૦/- સભ્ય ફી ચૂકવી 14૦ વારનો પ્લોટ બુક કરાવેલ. ત્યારબાદ ફરિયાદીના વધુમાં કહેવા અનુસાર અડધી રકમ રોકડમાં અને અડધી રકમ ચેકમાં એમ કુલ રૂ.9,41,000/- (અંકે રૂપિયા નવ લાખ એકતાલીસ હજાર પૂરા) સમયાંતરે ચૂકવેલ. ફરિયાદીએ સામાવાળાના માગ્યા મુજબ પ્લોટ માટે રૂ.4,71,000/- (અંકે રૂપિયા ચાર લાખ ઇકોત્તેર હજાર પૂરા) ચેકથી અને ફરિયાદમાં કેશની રકમ રૂ.4,70,000/- (અંકે રૂપિયા ચાર લાખ સીત્તેર હજાર પૂરા) જે રકમ રોકડમાં ચૂકવેલ જેની માહિતી નીચે મુજબ છે:

અ.નં.

જમા તારીખ

રોકડ રકમ

ચેકથી રકમ

બેંકનું નામ

ચેક નં.

કુલ રકમ

2.12.11

50000

51000

ADC Bank

49431

101000

7.1.12

50000

50000

ADC Bank

49432

10000

6.2.12

50000

50000

ADC Bank

49433

10000

6.3.12

50000

50000

ADC Bank

49435

10000

10.4.12

30000

30000

ADC Bank

49436

60000

8.5.12

30000

30000

ADC Bank

49438

60000

6.6.12

30000

30000

ADC Bank

49440

60000

6.7.12

30000

30000

ADC Bank

62561

60000

8.8.12

30000

30000

ADC Bank

62562

60000

૧૦

8.9.12

30000

30000

ADC Bank

62563

60000

૧૧

13.10.12

30000

30000

ADC Bank

62565

60000

૧૨

11.12.12

30000

30000

ADC Bank

62566

60000

૧૩

25.01.13

30000

30000

ADC Bank

62567

60000

 

Total

470000

471000

 

 

941000

 

         

સામાવાળા નં. ૧ ને સામાવાળા નં. ૪ અને ૬ એ અંદરોઅંદર કરાર કરી જમીન સંપાદન કરી આપવાનું સ્વીકારેલ. ફરિયાદીના જણાવ્યા અનુસાર ત્યારબાદ સામાવાળા નં. ૧ અને સામાવાળા નં. ૪ બંનેએ સંયુક્ત રીતે તા:૦૩/૦૪/૨૦૧૨ ના રોજ પ્રોવિઝનલ એલોટમેન્ટ લેટર આપી ફરિયાદીને વિશ્વાસ આપેલ કે જમીન ખરીદીમાં વધુ સમય જાય તેમ હોઈ જમીનની ખરીદી સામાવાળા નં. ૧ , ૨, ૩, ૪ અને ૫ ના નામે ખરીદ કરેલ છે. ૭૫% જમીન ખરીદાઈ ગયેલ છે, ૨૫% જમીન બાનાખત થઈ ગયેલ છે એમ પણ જણાવેલ છે. ફરિયાદીના જણાવ્યા અનુસાર પ્લોટના પૈસાની ચૂકવણી માટે લોન લેવાની હોઈ જરૂરી દસ્તાવેજ મેળવવા સામાવાળા નં. ૧ ને લેખિત અરજી કરેલ જે સામાવાળા નં.૧ એ સ્વીકારી, સહી-સિક્કા કરી પરત આપેલ. પરંતુ જરૂરી દસ્તાવેજ મુજબ સ્કીમ પ્રમાણે પ્લોટ ન મળતા સામાવાળા નં. ૧ પાસે ફરિયાદીએ રકમની હિસાબની માંગણી કરેલ તે માહિતી પણ સામાવાળાએ આપેલ નહિ. ફરિયાદીનો ફોન પણ ઉપાડેલ નહિ તેમજ જમીન સંપાદનનું કામ ચાલી રહેલ છે તેવા વચન આપેલ.

        

        ફરિયાદીના જણાવ્યા અનુસાર સામાવાળાઓએ પ્રોજેક્ટ પાંચ વર્ષમાં પૂર્ણ કરી નેટ ૨૦૦ વાર નો એન.એ., એન.ઓ.સી. અને ટાઈટલ ક્લીયર પ્લોટનો કબજો આપવાની ખાત્રી આપેલ પરંતુ સમયમર્યાદામાં પ્લોટનું પઝેશન આપેલ નથી તેમજ ફરિયાદીની મૂડી બ્લોક કરી રાખેલ છે. તેથી અન્ય જગ્યાએ પણ પ્રોપર્ટી ખરીદી શકેલ નથી. વર્ષ-૨૦૧૧ થી પ્રોપર્ટીના ભાવ વધતાં જે પ્લોટ પંદર લાખમાં મળતા તે પચાસ લાખમાં પણ ઉપલબ્ધ થશે નહિ. તેથી ફરિયાદીએ પ્રસ્તુત કામમાં તેમની મૂળ રકમ કોષ્ટકમાં દર્શાવેલ છે તે પ્રમાણે રૂ. 9,41,000/- (અંકે રૂપિયા નવ લાખ એકતાલીસ હજાર પૂરા) માનસિક ત્રાસ વળતર અને દાવાખર્ચ વસૂલ લેવા પ્રસ્તુત ફરિયાદ દાખલ કરેલ છે.  

     

        ૩. ફરિયાદીએ લીસ્ટ પાના નં. ૮ થી ૧૦ સુધી પેમ્ફલેટ, વિદ્યુતનગર ટાઉનશીપની સગવડો દર્શાવતું બ્રોસર, સભ્ય ફીની રસીદ અને ગ્રાહક ઓળખ નંબર, ક્રીમીનલ મીશલેનિયસ એપ્લિકેશન નં. ૨૦૯૩૩/૨૦૧૯, ચેકથી ભરેલ રકમની પહોંચો, જમીન સંપાદન કરી આપવાનો કરાર, પ્રોવિઝનલ એલોટમેન્ટ લેટર, ખરીદેલ જમીનનું કબૂલાતનામું, લોન લેવા માટે સામાવાળા નં. ૧ ને કરેલ અરજી, પેથાપુર પોલિસ સ્ટેશનમાં કરેલ એફ.આઈ.આર. નં:૩૭/૨૦૧૯ વિગેરે દસ્તાવેજી પુરાવાઓ રજુ કરેલ છે.

       ૪. પ્રસ્તુત કામમાં ફરિયાદી તરફે વિ.વ. શ્રી વી.એમ.પંચોલીએ હાજર થઈ વી.પી. રજુ કરેલ છે. આ ઉપરાંત સામાવાળા નં. ૧ થી ૩ તરફે પ્રથમ વી.બી.પટેલ અને ત્યારબાદ બી.આર.શર્માએ વી.પી. રજુ કરેલ છે. પ્રસ્તુતકામે એસ.કે.પંડ્યા એ તા:૦૯/૦૭/૨૦૨૨ એ સામાવાળા તરફે વી.પી. રજુ કરેલ છે. પ્રસ્તુત કામે સામાવાળા નં. ૧ થી ૩ એ ફરિયાદીની ફરિયાદ સામે લેખિત જવાબ રજુ કરેલ છે.

       

       

        પ્રસ્તુત કામે સામાવાળા નં. ૬ પ્રવિણભાઈ ભિખાભાઈ પાનસુરીયાને  તા:૦૮/૦૭/૨૦૨૧ ના હુકમથી ડીલીટ કરેલ છે.પ્રસ્તુત કામ તેથી સામાવાળા નં. ૧ થી ૫ પૂરતું મર્યાદિત રહે છે. વધુમાં સ્પષ્ટ છે કે સામાવાળા નં. ૪ અને ૫ દ્વારા કોઈ લેખિત જવાબ ફાઈલ કરવામાં આવેલ નથી તેથી સામાવાળા નં. ૪ અને ૫ તરફે કોઈ હાજર રહેલ નથી.

      

        ૫. ફરિયાદીની ફરિયાદ સામે સામાવાળા નં. ૧ થી ૩ તરફે વિ.વ. શ્રી એસ.કે.પંડ્યાએ પાના નં. ૬૯ થી ૭૭ સુધી લેખિત દલીલો રજુ કરેલ છે. તેઓ જણાવે છે કે હકીકતમાં ફરિયાદીની ફરિયાદ ખોટી છે. ફરિયાદીએ રજુ કરેલ પહોંચો મુજબ માત્ર રૂ.4,71,000/- (અંકે રૂપિયા ચાર લાખ ઇકોત્તેર હજાર પૂરા) આપેલ છે, પરંતુ પહોંચોમાં ક્યાંય પ્લોટ, જમીન માટે પૈસા આપેલ છે તેવું જણાવેલ નથી. સામાવાળા નં. ૧ થી ૩ ના ને જમીનની ખરીદી માટે ફરિયાદીએ પૈસા આપેલા છે. તેથી ફરિયાદી અને સામાવાળા વચ્ચે ગ્રાહક અને વેપારીનો સંબંધ સ્થાપિત થતો નથી. તેથી ફરિયાદીને ફરિયાદ કરવાનો હક્ક-અધિકાર નથી. વધુમાં દલીલોના તબક્કે તેઓ જણાવે છે કે સદર વિદ્યુતનગર ટાઉનશીપના સભ્યોએ પેથાપુર પોલિસ સ્ટેશનમાં સામાવાળાઓ વિરુદ્ધ એફ.આઈ.આર. દાખલ કરાવેલ છે તેમજ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પણ ક્રીમીનલ કેસ દાખલ કરેલ છે. સામાવાળાઓના વિ.વ. શ્રી તેના અનુસંધાને જણાવે છે કે સામાવાળાઓ સભાસદોને તેઓએ ભરેલી રકમ મુજબ પ્લોટ આપવા તૈયાર છે. તેવું એફીડેવીટ પણ નામ. ગુજરાત હાઈકોર્ટમાં આપેલ છે. તેમજ તે એફીડેવીટ મુજબ આશરે ૬૦૦ થી ૬૫૦ સભ્યોને જમીનનો રજિસ્ટર્ડ દસ્તાવેજ પણ કરી આપેલ છે. સામાવાળાઓ ફરિયાદીએ ભરેલ રકમના ૪૦% ના વધારા સાથે જમીન આપવા તૈયાર છે. તેથી સામાવાળાઓની સેવામાં કોઈ ખામી જણાતી નથી અને ફરિયાદીની ફરિયાદ રદ થવાપાત્ર છે.                

       

        ૬. પ્રસ્તુત કામે ફરિયાદીએ બિડાણ ૩ થી સામાવાળાને તા:2/12/2011 ના રોજ રૂ.51,000/- ચેક નં.49431 થી ચૂકવેલ છે.

          સામાવાળાના વિ.વ. શ્રી એસ.કે.પંડ્યા તેમની મૌખિક રજુઆતમાં જણાવે છે કે, ફરિયાદીએ બુકીંગ કરાવેલ પ્લોટના નક્કી કર્યા મુજબના નાણા ન ચૂકવતા ટાઈટલ ક્લીયર ન થઈ શકવાના કારણે સ્કીમ નિષ્ફળ ગયેલ હોવાનું જણાવે છે. તેમજ પ્લોટ  આપી શકેલ નથી. સામાવાળાઓએ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં એફીડેવીટ કરીને આપેલ છે કે સભાસદોએ ભરેલી રકમ મુજબ પ્લોટ આપવા તૈયાર છે. એફીડેવીટ મુજબ ૬૦૦ થી ૬૫૦ સભ્યોએ જમીનના રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ કરી આપેલ છે અને સમાધાન થયેલ છે. તેથી ફરિયાદીને ફરિયાદ દાખલ કરવાનું કોઈ કારણ ઉપસ્થિત થતું નથી, તેથી ફરિયાદીની ફરિયાદ રદ થવાપાત્ર છે.  

          

        ફરિયાદીના વિ.વ.શ્રી પંચોલી તેમની ભારપૂર્વકની રજુઆતમાં જણાવે છે કે, સામાવાળાઓએ નક્કી કરેલ જાહેરાત મુજબ એન.એ., એન.ઓ.સી., ટાઈટલ ક્લીયરની ફેસિલિટી સાથે ફરિયાદીને પ્લોટનું પઝેશન આજ દિન સુધી સામાવાળાએ આપેલ નથી અને ફરિયાદીએ પ્લોટ અન્વયે ભરેલા નાણા સામાવાળાએ બ્લોક કરી રાખેલ છે. તેથી અન્ય જગ્યાએ પણ પ્રોપર્ટી ખરીદ કરી શકેલ નથી. વધારામાં, ફરિયાદીના વિ.વ.શ્રી પંચોલી જણાવે છે કે, પ્રોપર્ટીના ભાવ વધી જતા જે ભાવમાં પ્લોટ મળતા તેનાથી ઘણા વધારે પડતા નાણા ખર્ચતા પણ હાલમાં પ્લોટ મળે એમ નથી. દા.ત. બાર-પંદર  લાખના પ્લોટ હાલમાં પચાસ લાખમાં પણ મળે એમ નથી. તેમ કરીને સામાવાળાએ ફરિયાદી સાથે દગો કે છેતરપિંડી કરેલ છે, તેથી ફરિયાદીએ રોકડેથી અને ચેકથી ભરેલ તમામ રકમ મૂળ ડિપોઝીટની તારીખથી વ્યાજ સહિત મળવાપાત્ર થાય અથવા તો ફરિયાદીને પ્લોટ મળવાપાત્ર થાય.        

      

        ૭. ફરિયાદીની ફરિયાદ, રજુ થયેલ દસ્તાવેજી પુરાવાઓ વંચાણે લીધા. ફરિયાદી તરફે વિ.વ. શ્રી વી.એમ.પંચોલીને સાંભળ્યા. સામાવાળા પક્ષે રજુ થયેલ લેખિત જવાબ તેમજ દસ્તાવેજી પુરાવાઓ વંચાણે લીધા. સામાવાળા તરફે વિ.વ. શ્રી એસ.કે.પંડ્યાને સાંભળ્યા.

      

        ૮. ફરિયાદીએ બિડાણ ૫ થી સૂચિત વિદ્યુતનગર ટાઉનશીપને ચૂકવેલ રકમની રસીદો રજુ કરેલ છે, જે મુજબ ફરિયાદીએ તા:02/12/2011 ના રોજ ચેક નં.49431 થી રૂ.51,૦૦૦/- ચૂકવેલ છે. તા:07/01/2012 એ ચેક નં.49432 થી રૂ.50,000/- ચૂકવેલ છે. તા:6/2/2012 એ ચેક નં.49433 થી રૂ.50,૦૦૦/- ચૂકવેલ છે. તા:6/3/2012 એ ચેક નં.49435 થી રૂ.50,૦૦૦/- ચૂકવેલ છે. તા:10/4/2012 એ ચેક નં.49436 થી રૂ.30,૦૦૦/- ચૂકવેલ છે. તા:8/5/2012 એ ચેક નં.49438 થી રૂ.30,૦૦૦/- ચૂકવેલ છે. તા:6/6/2012 એ ચેક નં.49440 થી રૂ.30,૦૦૦/- ચૂકવેલ છે. તા:6/7/2012 એ ચેક નં.49561 થી રૂ.30,૦૦૦/- ચૂકવેલ છે. તા:8/8/2012 એ ચેક નં.49562 થી રૂ.30,૦૦૦/- ચૂકવેલ છે. તા:8/9/2012 એ ચેક નં.49563 થી રૂ.30,૦૦૦/- ચૂકવેલ છે. તા:13/10/2012 એ ચેક નં.49565 થી રૂ.30,૦૦૦/- ચૂકવેલ છે. તા:11/12/2012 એ ચેક નં.49566 થી રૂ.30,૦૦૦/- ચૂકવેલ છે. તા:25/01/2013 એ ચેક નં.49567 થી રૂ.30,૦૦૦/- ચૂકવેલ છે. આમ ફરિયાદીએ સૂચિત સામાવાળા વિદ્યુતનગર ટાઉનશીપને ૨૦૦ વારના પ્લોટ પેટે રૂ.9,41,000/- ચૂકવેલ છે. જેમાં સામાવાળા વિદ્યુતનગર ટાઉનશીપની નાણા સ્વીકાર્યા બદલ સહી છે.

          

        ફરિયાદીએ બિડાણ ૭ થી તા:૦૩/૦૪/૨૦૧૨ નો પ્રોવિઝનલ એલોટમેન્ટ લેટર રજુ કરેલ છે. જેમાં ફરિયાદી અને સામાવાળા નં. ૪ એ.બી. ટેક્નોબિલ્ડ પ્રા.લી. ની સહી છે.  

      

        ૯. પ્રસ્તુત કામે ફરિયાદીએ પ્રહલાદભાઈ લક્ષ્મણભાઈ સેનમા એ એફીડેવીટ અત્રેના રેકોર્ડમાં ફાઈલ કરેલ છે. જેમાં તેઓ જણાવે છે કે તેમની હાજરીમાં સામાવાળા નં. ૧ કેશરીસિંહ ચૌહાણને ચેક તેમજ કેશ-રોકડા સામાવાળાઓની સ્કીમ અન્વયેનો પ્લોટ ખરીદવા પેમેન્ટ આપેલ છે. જે એફીડેવીટ ફરિયાદીએ પાછળથી તા:20/08/2022 એ Not Press કરેલ છે.

      

        ૧૦. ફરિયાદીએ ગુજરાત હાઈકોર્ટના હેમલ મનુભાઈ પટેલ વિ. સ્ટેટ ઑફ ગુજરાત તા:૨૭/૧૧/૨૦૧૬ ની નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષની Cri. Misc. App No. ૨૦૯૩૩/૧૯ માં ઓરલ ઓર્ડર સામાવાળા સમક્ષનો છે તે અત્રે પાના નં. ૧૬ થી રજુ કરેલ છે . જેને વિગતવાર વંચાણે લેતા તેના પેરેગ્રાફ ૩ માં જણાવ્યા અનુસાર,   “આ કેસના આરોપી નંબર 1 એ મૌજે-પુંદ્રાસણ ગામની હદમાં વિદ્યુતનગર ટાઉનશીપ (સૂચિત) ના બાંધકામ માટે પેમ્ફલેટ છપાવ્યા હતા અને સભ્યોને ૧૧૦/૧૨૦/૧૪૦/૨૦૦ ચોરસ યાર્ડ માપના પ્લોટ આપવાની ખાતરી આપી હતી. સામાવાળાઓએ તેના માટે ફરિયાદી અને સાક્ષીઓને સભ્યો બનાવ્યા અને સભ્યોને સામાવાળા નં. 1 અને સામાવાળા નં. 4 ની સહીવાળા ફાળવણી પત્ર આપ્યા હતા. સામાવાળા નં. 4 અને સામાવાળા નં. 6 એ સામાવાળા નં. 1 સાથે જમીન ખરીદવા માટે એમઓયુ કરેલ તેમજ ચેક અને રોકડ દ્વારા પ્રત્યેક 1200 સભ્યો પાસેથી એમ કુલ રૂપિયા એકસો વીસ કરોડ પૂરા મેળવેલ. સામાવાળા ઓએ સભ્યોને ફાળવણી પત્ર આપી તેઓનો વિશ્વાસ ભંગ કરેલ અને ફરિયાદી અને સાક્ષીઓને નિયત સમય મર્યાદામાં પ્લોટ ન આપીને છેતરપિંડી આચરેલ.”“

            ૧૧. પ્રસ્તુત ફરિયાદ અને સામાવાળાની જ આઈડેન્ટીકલ સરખી જ ફરિયાદ નં. ૧૭/૨૦૨૧ માં પાના નં.૧૬૨ થી રજુ થયેલા નામ. ગુજરાત હાઈકોર્ટની Cri. Misc. App No. ૧૨૯૫૦/૧૯ માં અરજદારે એફીડેવીટ ઉપર ડિક્લેરેશન અને અન્ડરટેકિંગ આપેલ છે, તેના પેરા નં. ૧૨ માં જણાવ્યા અનુસાર, “I say that approximately Rs. 56.44 crores has been paid by cheque direct to Ashok Bhawanbhai Patel or to the owners of the land towards part sale consideration and an amount of 60.40 crores has been paid in cash to Ashok Bhawanbhai Patel. I say that details of payment made in the bank account of Ashok Patel and the original land owners for the period between 2011-16 are available with the deponent and he creave leave and liberty to produce the same at the time of hearing of the present application. I say that receipts duly signed by Ashok Patel or his family members particularly Hemal Manubhai Patel.”    

      

        ૧૨. નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષની Cri. Misc. App No. ૧૨૯૫૦/૧૯ માં એપ્લીકન્ટ (અરજદારે) એડીશનલ એફીડેવીટ કરેલ છે તેના પેરા ૫ માં જણાવ્યા અનુસાર , “In my previous affidavit I have stated that in addition to the above mentioned lands there are other parcels of land for which payment has been made to Ashok Bhavanbhai Patel for making onward payment to the owners of the land and getting the sale deeds executed by them. I reiterate that approximately Rs. 56.44 Crores has been paid by cheque and Rs. 60.40 Crores has been paid by cash to Ashok Bhavanbhai Patel for organizing the purchase of land for the project.”

       

        ૧૩. સામાવાળાના વિ.વ. શ્રી તેમની મૌખિક દલીલોમાં ફરિયાદીએ રોકડ રકમ સામાવાળાને પ્લોટ પેટે ચૂકવેલ હોવાનું ક્યાય ઉલ્લેખ કરેલ નથી. પરંતુ, ફરિયાદીના વિ.વ. શ્રી તેમની રજુઆતના તબક્કે જણાવે છે કે ફરિયાદીએ સામાવાળાને રૂ. રૂ.1,22,000/- ચેકથી ચૂકવેલ છે. ચેકથી ચૂકવેલ રકમની રસીદો રજુ કરેલ છે તેમજ રોકડા ચૂકવેલ રકમની રસીદો સામાવાળાએ ફરિયાદીને આપેલ જ ન હોઈ તે અત્રે રજુ કરેલ નથી. ફરિયાદીના વિવ. શ્રી પંચોલી તેમની રજુઆતના તબક્કે નામ. ગુજરાત હાઈકોર્ટની હેમલ મનુભાઈ પટેલ વિ. સ્ટેટ ઑફ ગુજરાત સમક્ષની ક્રીમીનલ મિશનેલીયસ એપ્લીકેશન નં. ૨૦૯૩૩/૧૯ માં સદરહુ અરજદારે જ કરેલ એકરાર તરફે કમિશનનું ધ્યાન દોરેલ જેમાં બુકિંગ ઑફિસમાં ફરિયાદીએ જાતે જ વિદ્યુતનગર ટાઉનશીપ ચૂચિત સ્કીમનું બુકિંગ ૨૦૧૧ માં શરૂ કરવામાં આવેલ ત્યારે બુકિંગ ઑફિસમાં સભ્યોના નાણા ચેકથી અને રોકડા સ્વીકારાતા હોવાનો એકરાર સામાવાળાએ કરેલ છે તેમજ MoU માં સંમત થયા મુજબની જમીન મેળવવામાં નિષ્ફળ રહેલ તે બાબતનો એકરાર કરેલ છે તેથી તે નામ. હાઈકોર્ટ સમક્ષની મિશનેલીયસ એપ્લીકેશન તરફ નિર્દેશ કરીને ફરિયાદીના વિ.વ. શ્રી પંચોલી ફરિયાદીએ સામાવાળાને રોકડમાં પણ રકમ ચૂકવેલ છે તે બાબત અહીં આપોઆપ પુરવાર થઈ જાય છે. તેથી ફરિયાદી રોકડમાં ચૂકવેલ રકમ અને ચેકથી ચૂકવેલ રકમ તેમની ફરિયાદના કોષ્ટકમાં દર્શાવેલ છે તે પ્રમાણે જોતાં રૂ.9,41,000/- મેળવવા હક્કદાર છે.

         

        તદઉપરાંત સામાવાળા તેમના લેખિત જવાબના પેરા નં. ૩ જણાવે છે કે, માં ફરિયાદીએ રૂ.4,70,૦૦૦/- આપેલ છે, પરંતુ સુચિત વિદ્યુતનગર ટાઉનશીપનાઓએ આપેલી પહોંચમાં ક્યાંય પ્લોટ પેટે પૈસા આપેલ છે તેવું જણાવેલ નથી. અત્રે એ નોંધવું ઉલ્લેખનીય છે કે ફરિયાદીએ બિડાણ પ થી રજુ કરેલ પહોંચોમાં જમીન (પ્લોટ) ખરીદી પેટે તેવી સ્પષ્ટ ટીકમાર્ક કરેલી છે. તેથી ફરિયાદીએ પ્લોટ પેટે પૈસા આપ્યા છે તેવું પુરવાર થાય છે.                 

 

      

        ૧૪. The opps. have also stated that out of 1200, they have compromised the issue with 1100 plot holders but such details are not placed in the records. It is made clear that we have tried to compromise the issue in the presence of parties but it was not successful. In the present case what we have held in para 13 and 14 in identical matter CC no.145 of 2020 are also applicable in the present case. It is also well settled law that unlike civil court this consumer court cannot go on with matter but expeditious speedy trial is contemplated in the Act. Therefore, principle of Preponderance of Probability in the present case is applicable and for the sake of repetition, we have found the affidavit of witness at page no.56 which is subsequently not pressed by the complainant. Under such circumstances, we have no hesitation to take a judicial notice that these opps. have systematically and deliberately defrauded and cheated the numbers of persons amongst, more than 30 complaints are pending before this Gandhinagar District Commission. Thus this racket is busted. Further, we have come to the conclusion keeping in mind the very object of this Act, which speaks of speedy, expeditious and summary trial for adjudicating the issue for which we have ventured this. Under such circumstances, what is stated by this complainant Satish Trivedi is right and in view of the aforesaid discussion the complainant is entitled to recover the entire amount of Rs.10,91,000/- with cost and interest stated below.

          

        ૧૫. ઉપરોક્ત તમામ હકીકતો, દસ્તાવેજી પુરાવાઓ, ફરિયાદી પક્ષ અને સામાવાળા પક્ષની રજુઆતોને ધ્યાને લેતા વર્ષ ૨૦૧૧ માં ફરિયાદીએ પ્રથમ હપ્તો તા:02/12/2011 ના રોજ ભરેલ ત્યારબાદ ૧૦ વર્ષ સુધી સામાવાળા તેમની વિદ્યુતનગર ટાઉનશીપની સ્કીમ બનાવી શકેલ નથી. સામાવાળા જમીનના એન.એ., એન.ઓ.સી., ટાઈટલ ક્લીયર કરી પ્લોટ ડેવલપ કરી શકેલ નથી. તદઉપરાંત ખોટી અને મિસલીડીંગ એડવર્ટાઈઝથી ફરિયાદીને છેતરેલ છે. ફરિયાદીએ તેમની ફરિયાદના કોષ્ટકમાં દર્શાવેલ રકમ પ્રમાણે મેમ્બરશીપ પેટે ચેકથી ભરેલા રૂ.4,71,000/- ની માંગણી કરેલ છે. ફરિયાદી ઉપરોક્ત સંજોગોમાં તેમણે ભરેલા રૂ.4,71,000/- વ્યાજ અને વળતર સહિત મેળવવા હક્કદાર છે.

       ૧૬. ઉપરના સંજોગોમાં અમારું મંતવ્ય છે કે, ફરિયાદી સામાવાળા નં. ૧,૨ અને ૩ પાસેથી સંયુક્ત અને વિભક્ત રીતે માનસિક ત્રાસ અને યાતનાના રૂ.50,૦૦૦/- (અંકે રૂપિયા પચાસ હજાર પૂરા) મેળવવા પણ હક્કદાર છે.

 

        ૧૭. પ્રસ્થાપિત કાયદા પ્રમાણે એવોર્ડ ઉપર નું વ્યાજ માત્ર ફરિયાદ દાખલ કર્યાની તારીખ થી નહીં. પરંતુ જે તારીખે ફરિયાદીએ સમાવાળાને રકમ ડિપોજીટ કરી હોય તે તારીખથી આપી શકાય. અને વધુમાં વિમા કંપનીના કેસમાં જ્યારથી કેસ રેપ્યુડીએટ કરેલ હોય અથવા વીમાની રકમ કપાત કરેલ હોય તે તારીખથી વ્યાજ મળવા પાત્ર છે જે અમોએ ધ્યાનમાં રાખેલ છે.

      

        ૧૮. આમ ઉપરોક્ત સંજોગોમાં નીચે મુજબનો આખરી હુકમ કરવામાં આવે છે:

 

 

 

 

 

 

હુકમ

(૧) સદર ફરિયાદ રૂ.10,૦૦૦/- (અંકે રૂપિયા દસ હજાર પૂરા) ના ખર્ચ સાથે મંજુર કરવામાં આવે છે.

 

(૨) સામાવાળા નં. ૧,૨ અને ૩ એ સંયુક્ત તેમજ વિભક્ત રીતે ફરિયાદીને રૂ.1,22,000/- (અંકે રૂપિયા એક લાખ બાવીસ હજાર પૂરા) તા:27/03/2011 થી 9% વ્યાજ સહિત ચૂકવી આપવા, આમ કરવામાં નિષ્ફળ રહ્યે 11% વ્યાજ ચૂકવી આપવું.

 

(૩) સામાવાળા નં. ૪ અને ૫ સામેની ફરિયાદ dismiss કરવામાં આવે છે.

 

(૪) સામાવાળાઓએ ફરિયાદીને માનસિક ત્રાસ અને યાતના પેટે રૂ.15,૦૦૦/- (અંકે રૂપિયા પંદર હજાર પૂરા) ચૂકવી આપવા.

 

(૫) આ હુકમની નકલ બંને પક્ષકારોને વિના મૂલ્યે આપવી.          

       

આ ચૂકાદો આજ રોજ તારીખ 05 જાન્યુઆરી, 2023 ના રોજ ખુલ્લી અદાલતમાં વાંચી સંભળાવી જાહેર કર્યો.              

                                                                                                                                                        

 
 
[HON'BLE MR. D.T.SONI]
PRESIDENT
 
 
[ MR. JIGAR P. JOSHI]
MEMBER
 

Consumer Court Lawyer

Best Law Firm for all your Consumer Court related cases.

Bhanu Pratap

Featured Recomended
Highly recommended!
5.0 (615)

Bhanu Pratap

Featured Recomended
Highly recommended!

Experties

Consumer Court | Cheque Bounce | Civil Cases | Criminal Cases | Matrimonial Disputes

Phone Number

7982270319

Dedicated team of best lawyers for all your legal queries. Our lawyers can help you for you Consumer Court related cases at very affordable fee.